પાકિસ્તાન સામે ભારતનો “વિરાટ”, “વિજય”, કોહલીએ વનડે કરિયરની 51મી સદી ફટકારી
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને આસાનીથી હાર આપી હતી…ભારતીય ટીમનો વિરાટ વિજય થયો હતો.આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો.. જેણે અણનમ સદી ફટકારી હતી.કોહલીએ ખુશદિલ શાહની બોલિંગમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરીને ભારતને જીત અપાવી હતી…વિરાટ કોહલીએ 111 બોલમાં 7 ચોગ્ગા સહિત અણનમ 100 રન બનાવ્યા હતા..
ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું..જ્યારે પાકિસ્તાની ટીમ શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને સેમિફાઇનલ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા માંગશે.
ભારતીય ટીમની શરૂઆત સારી રહી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો.. જ્યારે કેપ્ટન રોહિત શર્મા શાહીન આફ્રિદીના શાનદાર બોલથી બોલ્ડ થઈ ગયો હતો.. રોહિતે 15 બોલમાં 20 રન કર્યા હતા.. જેમાં ૩ ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમનો સ્કોરકાર્ડ
રોહિત 20 રન
શુભમન ગિલ 46
શ્રેયસ ઐયર 56
હાર્દિક પંડ્યા 8
રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 31 રન હતો. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સાથે મળીને ઇનિંગ્સની કમાન સંભાળી. કોહલી અને શુભમન વચ્ચે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ. લેગ-સ્પિનર અબરાર અહેમદે શુભમન ગિલને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો… ગિલે 52 બોલમાં 46 રન બનાવ્યા હતા.. જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ગિલ આઉટ થયા બાદ શ્રેયસ ઐયરે વિરાટ કોહલી સાથે જવાબદારી સંભાળી હતી…બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 114 રનની શાનદાર સદીની ભાગીદારી થઈ. આ દરમિયાન કોહલીએ 62 બોલમાં 4 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી,,,શ્રેયસ ઐયરે પણ 63 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. શ્રેયસ 56 રન બનાવીને આઉટ થયો..શ્રેયસે તેની 67 બોલની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. શ્રેયસને ખુશીદલ શાહના બોલ પર ઇમામ ઉલ હકે કેચ આઉટ કરાવ્યો. શ્રેયસ બીજો ખેલાડી હતો જે આઉટ થયો હાર્દિક પંડ્યા 8 કરીને સસ્તામાં આઉટ થઇ ગયો હતો..
- Advertisement -
- Advertisement -