એક લઘુગ્રહ જે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે,ભારત,પાકિસ્તાન સહિત ઘણાં દેશો માટે ખતરો
નાસાએ એક ખડક અથવા લઘુગ્રહ અંગે ચેતવણી જારી કરી છે.. જે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.. અને ભારત અને પાકિસ્તાન સહિત ઘણા એશિયન દેશો પર પડી શકે છે…વર્ષ 2032 માં થનારા એસ્ટરોઇડ અથડામણ અંગે વૈજ્ઞાનિકો ચિંતિત છે…તે કોઈ નિયમિત અવકાશ ખડક નથી અને પૃથ્વી માટે ભારે ખતરો છે.
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) 2024 YR4 નામના આ એસ્ટરોઇડ પર નજીકથી નજર રાખી રહી છે, જે ફૂટબોલ મેદાન જેટલું કદ ધરાવે છે.
અવકાશ એજન્સીએ જણાવ્યું કે તેની પાસે સીધા અથડાવાની 83 માંથી 1 શક્યતા છે. સ્થાનિક વિસ્તારને ગંભીર નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે,, આવી અસર દર થોડા હજાર વર્ષે ફક્ત એક જ વાર થાય છે.
આ એસ્ટરોઇડનું કદ 100X40 મીટર છે. હાલમાં તે પૃથ્વીથી લગભગ 432 લાખ કિલોમીટર દૂર છે. અત્યારે તે પૃથ્વીથી દૂર જઈ રહ્યું છે.. પરંતુ પછીથી તે પાછું આવશે..ત્યારબાદ તે પૃથ્વીની નજીક આવશે.વૈજ્ઞાનિકો પહેલાથી જ તેની વિનાશક અસરોને રોકવાના રસ્તાઓ વિશે વિચારી રહ્યા છે.
નિષ્ણાતો કહે છે કે, આ એસ્ટરોઇડ 22 ડિસેમ્બર 2032 ના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરશે.. પરંતુ કદાચ થોડા હજાર કિલોમીટરના અંતરે રહેશે.આ એક અત્યંત દુર્લભ ઘટના હોવાથી વૈજ્ઞાનિકો કોઈ જોખમ લઈ રહ્યા નથી..
કેટલું નુકસાન થશે અને ક્યાં થશે?
વૈજ્ઞાનિકો માને છે કે, જો તે પૃથ્વી સાથે અથડાય તો મોટો વિસ્ફોટ થઈ શકે છે. વિસ્ફોટની શક્તિ 8 મેગાટન TNT (હિરોશિમા પરમાણુ બોમ્બ કરતા 500 ગણી વધુ) હોવાનો અંદાજ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે,, આ એસ્ટરોઇડ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇથોપિયા, સુદાન, નાઇજીરીયા, વેનેઝુએલા, કોલંબિયા અને ઇક્વાડોર પર પડવાની શક્યતા છે.
- Advertisement -
- Advertisement -