29.8 C
Ahmedabad
Monday, March 9, 2026

છત્તીસગઢ : બીજાપુરમાં મોટુ એન્કાઉન્ટર, 31 નક્સલીઓ ઠાર કર્યા, 2 સૈનિકો શહીદ થયા


છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.. તમામના મૃતદેહો મળી આવ્યા છે… પરંતુ દુઃખની વાત એ છે કે એન્કાઉન્ટરમાં 2 સૈનિકો પણ શહીદ થયા હતા.. જયારે સૈનિક 2 ઘાયલ થયા હતાં..ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા હતા.. નક્સલીઓએ સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો. સૈનિકોએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો. કલાકો સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 31 નક્સલીઓ માર્યા ગયા છે.આ દરમિયાન, ડીઆઈજીએ જણાવ્યું હતું કે જવાનોનો હજુ સંપર્ક થયો નથી. આ એક મોટું ઓપરેશન છે. અમે ચોક્કસ સંખ્યા કહી શકતા નથી.. પરંતુ એ ચોક્કસ છે કે નક્સલવાદીઓને મોટું નુકસાન થયું છે. નક્સલવાદીઓના મૃત્યુની સંખ્યા વધવાની શક્યતા છે.

એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી સંખ્યામાં નક્સલી હથિયારો મળી આવ્યા છે, જેમાં AK-47, SLR, INSAS રાઇફલ, 303 રાઇફલ, BGL લોન્ચર અને વિસ્ફોટક સામગ્રીનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ઓપરેશન પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી આપવામાં આવશે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સામેનું આ અભિયાન સતત ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ખામી રહેવા દેવામાં આવશે નહીં અને સર્ચ ઓપરેશન હેઠળ નક્સલી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાના પ્રયાસો કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -