ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ.તેઓએ સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ પહોંચ્યા હતા.
મહાકુંભની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ નથી..સફાઈથી લઈને તમામ વસ્તુ ખૂબ સુંદર છે. મને સ્નાન કરવાનો મોકો મળ્યો, ખુદને ધન્ય અનુભવું છું. આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં સૌ લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સૌ માટે સુખ માગ્યું છે.’
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમ ખાતે બોટિંગનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેઓ પક્ષીઓને ચણ આપતા જોવા મળ્યા હતાં

