38.7 C
Ahmedabad
Tuesday, March 10, 2026

5 વર્ષ પછી મોટી રાહત: RBI એ રેપો રેટમાં કર્યો ઘટાડો, બધી લોનની EMI સસ્તી થઈ


RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે..રેપો રેટ 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે,, MPCના તમામ સભ્યોએ દર ઘટાડાના પક્ષમાં મતદાન કર્યું છે.

ફેબ્રુઆરી 2023 પછી પહેલી વાર રેપો રેટમાં ફેરફાર

ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો. 2020 ની શરૂઆતમાં, કોવિડ રોગચાળા દરમિયાન વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો… પરંતુ આ પછી વ્યાજ દરોમાં ધીમે ધીમે 6.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં ઘટાડાની જાહેરાત લાંબા સમય પછી કરવામાં આવી છે. આનાથી સામાન્ય માણસને હોમ લોન, વાહન અને પર્સનલ લોનના EMIમાં રાહત મળશે. સસ્તી લોનથી લોકો પર EMIનો બોજ ઓછો થશે.

હોમ લોનના EMI પર શું અસર પડશે?

જો કોઈએ 20 વર્ષ માટે 8.5 ટકાના વ્યાજ દરે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય અને જો RBI 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરે છે..તો તેનો EMI ઘટશે.. જેમ કે 8.5 ટકાના જૂના વ્યાજ દરે, EMI 43,391 રૂપિયા હોવો જોઈએ અને વ્યાજ દરમાં ઘટાડા પછી, 8.25 ટકાના નવા વ્યાજ દર 42,603 ​​રૂપિયા થશે.. જેના પરિણામે દર મહિને 788 રૂપિયા અને વર્ષમાં 9,456 રૂપિયાની બચત થશે. જો તમે 12 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની કાર લોન લીધી હોય, તો તમારે જૂના EMI પર 11,282રૂપિયા ચૂકવવા પડશે.. જો ઘટાડો થાય છે તો કાર લોનનો નવો EMI 11,149 રૂપિયા થશે. જેમાં દર મહિને 133 રૂપિયા અને વર્ષમાં 1,596રૂપિયાની બચત થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -