સ્વીડનમાં મંગળવારે ઓરેબ્રોમાં થયેલા હુમલામાં અનેક લોકોના મોત થયા હતા.સ્વીડિશ પોલીસે કહ્યુ કે, એક શાળામાં થયેલા ગોળીબારમાં લગભગ 10 લોકોનું મોત થઇ ગયું હતુ..આ સ્વીડનમાં સૌથી ઘાતક હુમલો છે…પ્રધાનમંત્રીએ આ ફાયરિંગને દેશ માટે દુઃખદ ગણાવ્યું હતુ.. હુમલાખોર સીરિયન મૂળનો હોવાનું કહેવાય છે. હુમલાખોરનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.. જેણે આત્મહત્યા કરી હતી.
સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ કહ્યું કે,, આ સ્વીડનની વારસાગત સમસ્યા છે..,,તે ઘણાં લાંબા સમયથી વિકસી રહી છે,,,હિંસા પર અમારું કોઇ નિયંત્રણ નથી તે એકદમ સ્પષ્ટ છે..
આ હુમલાના એક પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે જે પોતે હુમલામાં બચી ગઇ હતી..ગોળીબાર થયો ત્યારે શાળામાં હાજર એક યુવતીએ ઘટનાનું વર્ણન કર્યું: “મારી બાજુમાં બેઠેલા એક વ્યક્તિને ખભામાં ગોળી વાગી હતી. તે ખૂબ લોહી વહેતું હતું. મેં અને મારા મિત્રએ ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો કારણ કે એમ્બ્યુલન્સ અને પોલીસ હજુ સુધી આવી ન હતી.”
તેમણે કહ્યું, “મારી બાજુમાં બેઠેલા એક વ્યક્તિને ખભામાં ગોળી વાગી હતી. ખૂબ લોહી વહી રહ્યું હતુ. જ્યારે મેં પાછળ જોયું, ત્યારે મેં ત્રણ લોકો લોહીથી લથપથ ફ્લોર પર પડેલા જોયા હતા..લોકો બૂમો પાડી રહ્યા હતા.. બહાર નીકળો, બહાર નીકળો. મેં અને મારા મિત્રએ ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ સ્થળ પર ન હોતી… ન તો એમ્બ્યુલન્સ. તેથી અમારે મદદ કરવી પડી. મેં મારા મિત્રની શાલ કાઢી અને તેના ખભા પર કડક રીતે બાંધી.. જેથી તેને વધુ લોહી ન નીકળે.”
સ્વીડનમાં સૌથી વધુ હિંસા
વર્ષ 2023 માં યુરોપિયન યુનિયનમાં સ્વીડનમાં માથાદીઠ ક્રૂર બંદૂક હિંસાનો દર સૌથી વધુ છે..એક એહવાલ મુજબ 2024 ના છેલ્લા મહિનામાં સ્વીડનમાં 40 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફક્ત 10 મિલિયનની વસ્તી ધરાવતા યુરોપિયન દેશ માટે આ એક ભયાનક સંખ્યા છે સ્વીડનમાં ગેંગ્સ કોઈ નવી વાત નથી. 90 ના દાયકાથી, લોસ બેન્ડિડોસ અને હેલ્સ એન્જલ્સ જેવી ગેંગ વચ્ચે હિંસક હરીફાઈ ચાલી રહી છે. આ ગેંગ તેમના સભ્યોના સનગ્લાસ, ચામડાના જેકેટ અને હાર્લી-ડેવિડસન મોટરસાયકલ દ્વારા સરળતાથી ઓળખી શકાય છે.

