31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હીની તમામ 70 બેઠકો પર મતદાન શરુ, કેજરીવાલ, આતિશી, સિસોદિયા સહિત 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે


દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે  સવારે 7 વાગ્યેથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે..ત્યારે દિલ્હીની તમામ 70 બેઠકો પર 1.56 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને BJP વચ્ચે છે..જ્યારે કોંગ્રેસ પણ મેદાનમાં છે. મુખ્ય રાજકીય પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

દિલ્હીની લડાઈમાં ઘણા બધા ઉમેદવારો

આ વખતે દિલ્હીમાં કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બધી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે ભાજપે 68 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ ઉપરાંત, NDA ગઠબંધનમાં, JDU અને LJP (R) ના એક-એક ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે.

એક્ઝિટ પોલ ક્યારે આવશે?

ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. 5 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6:30 કલાક સુધી કોઈ એક્ઝિટ પોલ બતાવવામાં આવશે નહીં. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ એક્ઝિટ પોલના પરિણામો બહાર આવશે.

મત ગણતરી અને પરિણામો

૫ ફેબ્રુઆરીએ મતદાન બાદ 8 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે મતગણતરી શરૂ થશે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટ મતોની ગણતરી કરવામાં આવશે. આ પછી, દિલ્હીની તમામ 70 બેઠકોના પરિણામો આવવાનું શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરી પછી, EVM માં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ, ચૂંટણી પંચ દ્વારા તે જ દિવસે બધી બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

દિલ્હીમાં નવી દિલ્હી, કાલકાજી, જંગપુરા, પટપડગંજ, સીમાપુરી, મુસ્તફાબાદ, છતરપુર, ગાંધી નગર, સીલમપુર જેવી ઘણી હાઇ-પ્રોફાઇલ બેઠકો છે, જ્યાં કઠોર મુકાબલો જોવા મળશે. આ બેઠકો પર મુખ્ય પક્ષો વચ્ચે રસપ્રદ સ્પર્ધા થવાની શક્યતા છે.

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં AAP પોતાની કલ્યાણકારી યોજનાઓના આધારે સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ભાજપ 25 વર્ષથી વધુ સમય પછી રાજધાનીમાં ફરીથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -