28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘તુમકો મેરી કસમ’નું ટીઝર રિલીઝ,ફિલ્મની વાર્તામાં રોમાંચકતાનો સ્પર્શ


વિક્રમ ભટ્ટ બોલિવૂડમાં તેમની હોરર શૈલીની ફિલ્મો માટે પ્રખ્યાત છે. તેમની ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.. જેમાં ફિલ્મની વાર્તામાં રોમાંચકતાનો સ્પર્શ છે..

ફિલ્મ ‘તુમકો મેરી કસમ’માં, અનુપમ ખેર એક IVF હોસ્પિટલ સાથે સંકળાયેલા જોવા મળે છે. આ ફિલ્મના ટીઝરમાં કોર્ટ રૂમના દ્રશ્યો પણ દેખાય છે. IVF અને કોર્ટ કેસ વચ્ચે શું જોડાણ છે..તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. પરંતુ ટીઝરમાં અનુપમ ખેર, અદા શર્મા અને એશા દેઓલના સંવાદો દમદાર લાગે છે.

વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ માર્ચ મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિક્રમ ભટ્ટ આ ફિલ્મનું નિર્માણ ઇન્દિરા એન્ટરટેઈનમેન્ટ એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. મહેશ ભટ્ટ પણ ઇન્દિરા એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને આ ફિલ્મ રજૂ કરી રહ્યા છે. ફિલ્મના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્વેતાંબરી ભટ્ટ, કૃષ્ણા ભટ્ટ સારદા છે.

ફિલ્મની સંપૂર્ણ સ્ટાર કાસ્ટ

‘તુમકો મેરી કસમ’ ફિલ્મમાં અનુપમ ખેર અને અદા શર્મા ઉપરાંત ઇશ્વક સિંહ, એશા દેઓલ, મેહરજાન મઝદા અને સુશાંત સિંહ પણ છે. ફિલ્મની વાર્તા અનુપમ ખેરના પાત્રની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ ડૉ. અજય મુરિયાના જીવનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. વિક્રમ ભટ્ટે આ વાર્તા લખી છે.. અને દિગ્દર્શન પણ કર્યું છે.

વિક્રમ ભટ્ટની જૂની ફિલ્મો

વિક્રમ ભટ્ટ ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ દ્વારા ભાવનાત્મક, રોમાંચક વાર્તા રજૂ કરી રહ્યા છે.. પરંતુ તેમને હોરર ફિલ્મોના માસ્ટર માનવામાં આવે છે. તેમણે ‘ફિયર’, ‘1920’, ‘શાપીત’, ‘હોન્ટેડ ૩D’, ‘રાજ ૩D’, ‘ક્રિએચર ૩D’, ‘રાજ રીબૂટ’, ‘1921’, ‘ઘોસ્ટ’, ‘જુદા હોગી ભી’ જેવી ફિલ્મો બનાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -