સીરિયામાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો..જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સોમવારે ઉત્તર સીરિયાના એક શહેરની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતાં.
ક્યાં થયો વિસ્ફોટ??
માનબીજ શહેરની બહાર કારમાં વિસ્ફોટ થયો હતો..કૃષિ કામદારોને લઈ જતું એક વાહન કાર પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો.. જેમાં 14 મહિલાઓ અને એક પુરુષનું મોત થયું હતું.. જયારે 15 અન્ય મહિલાઓ ઘાયલ થઈ હતી.. જેમાંથી કેટલીક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.. જોકે, બ્રિટન સ્થિત યુદ્ધ દેખરેખ સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે 18 મહિલાઓ અને એક પુરુષ માર્યા ગયા છે.
લેપ્પો પ્રાંતના મનબીજમાં હિંસા ચાલુ છે
ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પતન પછી ઉત્તરપૂર્વીય અલેપ્પો પ્રાંતના મનબિજમાં હિંસા ચાલુ છે.. જ્યાં સીરિયન નેશનલ આર્મી યુએસ-સમર્થિત કુર્દિશ-નેતૃત્વ હેઠળના સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ સાથે અથડામણ કરે છે.

