31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારતીય મહિલા અંડર-19 ટીમ સતત બીજી વખત ચેમ્પિયન, ફાઇનલમાં દ.આફ્રિકાને નવ વિકેટથી હરાવ્યું


ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમે સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટુર્નામેન્ટ 2023 માં શરૂ થઈ હતી અને ભારતીય ટીમે પહેલી જ આવૃત્તિ જીતી હતી. ત્યારે શેફાલી વર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હતી. હવે બે વર્ષ બાદ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિમાં નિક્કી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, દક્ષિણ આફ્રિકાનો દાવ 20 ઓવરમાં 82 રનમાં સમેટાઈ ગયો હતો…જોકે જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત મળેવી લીધી હતી… વર્ષ 2023 પછી આ બીજી વખત છે જ્યારે ભારતની સિનિયર અને જુનિયર મહિલા ટીમો ICC ટ્રોફી ઘરે આવી છે. ગોંગડી ત્રિશાએ ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ત્રણ વિકેટ લેવા ઉપરાંત તેણે અણનમ 44 રન પણ બનાવ્યા હતાં…

ફાઇનલમાં ભારતીય બોલરોએ ભારે તબાહી મચાવી હતી. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને 20 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ કરી હતી.. કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન રેનેકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો..જોકે, તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમને બીજી ઓવરમાં સિમોન લોરેન્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તેને પરુણિકા સિસોદિયાએ ક્લીન બોલ્ડ કરી હતી… સિમોન ખાતું ખોલાવી ખોલાવ્યા વગર પિવેલીય ભેગી થઈ ગઈ હતી..નહીં..ચોથી ઓવરમાં શબનમ શકીલે જેમ્મા બોથાને કમાલિની દ્વારા કેચ આઉટ કરાવી હતી…જેમાએ ૧૪ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૧૬ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને પાંચમી ઓવરમાં 20 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડ્યો. આયુષી શુક્લાએ દિયારા રામલકનને બોલ્ડ કર્યો. તે ફક્ત ત્રણ રન જ બનાવી શકી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -