26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

દિલ્હીમાં આજથી વિશ્વ પુસ્તક મેળો શરૂ,50 દેશોના લોકો સામેલ થશે,રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન 


દિલ્હીમાં આજથી વિશ્વ પુસ્તક મેળો શરૂ,50 દેશોના લોકો સામેલ થશે,રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિશ્વ પુસ્તક મેળો 2025નુ યોજાશે…તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંડપમ ખાતે કરશે. આ વર્ષે મેળાની થીમ ‘રિપબ્લિક@75’ છે જેમાં વૈશ્વિક ભાગીદારીનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન વિશ્વભરના 50 દેશોની ભાગીદારી સાથે લેખિત શબ્દ પ્રત્યેના જુસ્સાની ઉજવણી કરવામાં આવશે. આ મેળામાં 2,000 થી વધુ પ્રકાશકો અને પ્રદર્શકો અને વિવિધ રાષ્ટ્રીયતા અને ભાષાઓના 1,000 થી વધુ વક્તાઓ પણ હાજરી આપશે. તેમાં ફ્રાન્સ, કતાર, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કોલંબિયા સહિત અન્ય દેશોના લેખકો અને વક્તાઓના નામ શામેલ છે. પુસ્તક મેળામાં રશિયાને ફોકસ નેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

મેળાની થીમ ‘રિપબ્લિક @ 75’આપણે ભારતના લોકો

આ વર્ષના પુસ્તક મેળાની થીમ ‘રિપબ્લિક @ 75’ (આપણે ભારતના લોકો) છે . મેળાના કેન્દ્રમાં પુસ્તકો, સાહિત્ય અને સંસ્કૃતિ રાખવામાં આવી છે. આયોજકોનો દાવો છે કે,, તે પહેલા કરતા પણ મોટું અને સારું થવાનું છે. તેને એક એવા મેળા સાથે સરખાવવામાં આવે છે જે મહત્વાકાંક્ષી ભારત અને તેના ઉજ્જવળ ભવિષ્યના ક્ષિતિજને આકાર આપે છે.

સેલિબ્રિટીઓની હાજરી

આ મેળામાં વિશ્વભરના ૫૦ દેશોના લોકો ભાગ લેશે. ખાસ પેવેલિયન ઉપરાંત, બાળકોને આકર્ષવા માટે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં સાહિત્ય, શાસન, ટેકનોલોજી, કલા અને સિનેમા સહિત વિવિધ સંસ્કૃતિઓ અને ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. અભિનેતા પંકજ ત્રિપાઠી, ફોન્સોક લદાખી, પુષ્પેશ પંત, શશિ થરૂર, ગજેન્દ્ર સિંહ શેખાવત, ગોવિંદ ધોળકિયા, કુમાર વિશ્વાસ, પ્રકાશ ઝા અને અન્ય ઘણા વક્તાઓ વિવિધ સત્રોમાં સીધા શ્રોતાઓ સાથે જોડાશે.

ટિકિટના ભાવ 10 રૂપિયાથી શરૂ 

NBT એ માહિતી આપી છે કે, મેળામાં પ્રવેશ ફી પુખ્ત વયના લોકો માટે 20 રૂપિયા અને બાળકો માટે 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે.. જ્યારે શાળા ગણવેશમાં આવતા દિવ્યાંગો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મફત રહેશે. મેળામાં પ્રવેશવા માટે ગેટ નંબર 3, 4 અને 10 દ્વારા પ્રવેશ કરી શકાશે. નજીકનું મેટ્રો સ્ટેશન સુપ્રીમ કોર્ટ છે. એટલું જ નહીં પ્રગતિ મેદાન એન્ટ્રી ગેટ નંબર ૧૦ થી મુલાકાતીઓ માટે શટલ સેવા પણ ઉપલબ્ધ રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -