ખુશી કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘લવયાપા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે… જે તારીખ 7 ફેબ્રુઆરીએ 2025ના રોજ રિલીઝ થવાની છે. દરેક પ્રમોશનલ ઇવેન્ટમાં જુનૈદ ખાન અને શ્રીદેવીની પુત્રી ખુશી ફિલ્મના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે ‘લવયાપા’ ના પ્રમોશન વચ્ચે, ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય માણસ સાથેનો મિરર સેલ્ફી ફોટો પોસ્ટ કર્યો છે જે ચર્ચામાં છે. આ તસવીરમાં અભિનેત્રી હૂડી પહેરેલા આ રહસ્યમય માણસને ગળે લગાવતી પોઝ આપતી જોવા મળે છે.
ખુશી કપૂરના મિસ્ટ્રી મેનના ફોટાએ મચાવ્યો હંગામો
ખુશી કપૂરે તસવીરમાં રહસ્યમય માણસનો ચહેરો જાહેર કર્યો નથી..પરંતુ અભિનેત્રીએ તેની પોસ્ટ પર લખેલા કેપ્શનથી હંગામો મચાવી દીધો છે. તેમણે લખ્યું, ‘તે ગ્રીડ પર આવી ગયું છે.. તે ટૂંક સમયમાં તમારા હૃદયમાં પણ સ્થાન બનાવશે.’ જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ રહસ્યમય માણસ કોણ છે? પરંતુ, નેટીઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે કાં તો અભિનેત્રીનો કથિત બોયફ્રેન્ડ વેદાંગ રૈના છે અથવા તો સહ-કલાકાર જુનૈદ ખાન, ઇબ્રાહિમ છે. એક નેટીઝને ટિપ્પણી કરી, “ના @vedangraina, શું તે તમે છો?” બીજા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘અરે આ જુનૈદ છે.’ બીજા એક નેટીઝને ટિપ્પણી કરી: ‘શું આ તમારો બોયફ્રેન્ડ છે?’…
ઇબ્રાહિમ અલી ખાન, વેદાંગ રૈના કે જુનૈદ ખાન?
સારું, જો તમે વિચારી રહ્યા છો કે નેટીઝન્સ શા માટે અનુમાન લગાવી રહ્યા છે કે તે વેદાંગ, ઇબ્રાહિમ કે જુનૈદ છે..મહત્વનું છે કે,,ખુશી કપૂર અને વેદાંગ રૈના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. આ દરમિયાન, ઇબ્રાહિમનું નામ સામે આવ્યું છે કારણ કે ખુશી તેની સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ બંને કરણ જોહરના પ્રોડક્શન વેન્ચરમાં જોવા મળશે, જેનું નામ હાલમાં ‘નાદાનિયાં’ છે. શૌના ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ OTT પર રિલીઝ થશે.જોકે,,છેલ્લા કેટલાક દિવસોથી ખુશી કપૂર અને જુનૈદ ખાન તેમની ફિલ્મ ‘લવયાપા’ના પ્રમોશનમાં સાથે જોવા મળી રહ્યા છે… જેના કારણે યુઝર્સ કોમેન્ટ બોક્સમાં આ સ્ટાર કિડ્સના નામનો અંદાજ લગાવી રહ્યા છે.

