37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સૈફ અલી ખાન પર હુમલો, હોસ્પિટલમાં દાખલ; ઘરમાં ઘૂસીને એક વ્યક્તિએ છરી મારી


બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અભિનેતાના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને મધ્યરાત્રિની આસપાસ બની હતી. હુમલા દરમિયાન સૈફને હાથ, કરોડરજ્જુ અને ગરદનમાં ઈજાઓ થઈ હતી. સૈફ અલી ખાનની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. તેમની પત્ની કરીના કપૂર ખાન પણ તેમને મળવા માટે સવારે 4.30 વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી.

શરૂઆતની માહિતી મુજબ, એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસી ગયો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. ઘટના સમયે અભિનેતાના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ ઘરમાં હાજર હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં પ્રવેશ કરનાર વ્યક્તિનો નોકરાણી સાથે ઝઘડો થયો હતો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો. ઘટનાની માહિતી મળતાં બાંદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. કરીનાની ટીમે કહ્યું છે કે ઘરે બધા ઠીક છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં ઘૂસી આવેલા ચોરોએ છરીથી હુમલો કર્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બાંદ્રા ડીસીપીએ કહ્યું, એ સાચું છે કે, રાત્રે 2.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો. આ દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો. આ પછી, તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ ડીસીપીએ જણાવ્યું હતું. જોકે, આ ઇજાઓ એટલી ગંભીર નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને છરીના ઘા વાગ્યા હતા કે ઝપાઝપીમાં ઈજા થઈ હતી.

સૈફ અલી ખાન અહીં રહે છે

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન પાસે બાંદ્રામાં સતગુરુ શરણ બિલ્ડિંગમાં 3 બેડરૂમનો આલીશાન એપાર્ટમેન્ટ છે, જેમાં ટેરેસ, બાલ્કની અને સ્વિમિંગ પૂલ પણ છે. આમાં સૈફ કરીના કપૂર ખાન અને બાળકો તૈમૂર અને જેહ પણ તેમની સાથે રહે છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -