26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

જાણીતા ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલનું નિધન..90 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી


ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું છે. શ્યામ બેનેગલનો 90મો જન્મદિવસ 14 ડિસેમ્બર 2024ના રોજ હતો. આ દિવસે તેણે પોતાની ટીમ સાથે ઓફિસમાં કેક કાપી ઉજવણી કરી હતી. 90 વર્ષની ઉંમરે પણ તે ફિલ્મ મેકિંગનો જુસ્સોથી ભરપૂર હતી.

ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ વધતી ઉંમરના કારણે ઘણા સમયથી બીમાર હતા. તેમની પુત્રી પિયા બેનેગલે નિધન અંગેની પુષ્ટિ કરી હતી..અને કહ્યું કે, એક દિવસ આવું થવાનું હતું. બેનેગલને ભારત સરકાર દ્વારા 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની સફળ ફિલ્મોમાં મંથન, ઝુબૈદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે.

શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ ‘અંકુર’થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી..આ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી..આ સિવાય તેમણે મહત્વની ફિલ્મો પણ કરી હતી.

શ્યામ બેનેગલનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેમને કોપીરાઈટર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ડાયરેક્ટરે 1962માં ગુજરાતી ભાષામાં પોતાની પહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઘેર બેઠા ગંગા બનાવી હતી. તેમની ચાર ચાર ફીચર ફિલ્મ અંકુર, નિશાંત, મંથન અને ભૂમિકા નવા જમાનાની સિનેમા પ્રતીક બની ગઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -