31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામથી નરોડા નર્મદા કેનાલ બ્રિજના માર્ગ પર વાહન વ્યવહાર બંધ..ભારે વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું 


ગાંધીનગર જીલ્લાના દહેગામ નરોડા જવાના સ્ટેટ હાઇવે ઉપર નર્મદા કેનાલ આવેલી છે..જેનો જર્જરિત મોટો હિસ્સો ધરાશાયી થઇ ગયા બાદ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.. તરતજ આ રસ્તો બેરી્કેટિંગ કરીને પોલીસે બંધ કરી દીધો હતો. ત્યાર બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગર જાહેરનામું બહાર પાડીને નર્મદા મુખ્ય નહેર પર દહેગામથી નરોડા તરફનો બ્રીજ જર્જરિત થઈ જતા તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે..જેથી ભારે વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યું છે..

ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ 

દહેગામ નેહરુ ચોકડીથી ચિલોડા (હિંમતનગર -અમદાવાદ)નેશનલ હાઇવે નંબર -8 થી રિંગ રોડ થઈ નરોડા તરફ જઈ શકાશે

નરોડાથી દહેગામ તરફ ડાયવર્જન રૂટ 

હંસપુરાથી રીંગરોડ થઈ નેશનલ હાઇવે નંબર -8 (હિંમતનગર- અમદાવાદ ) પર ચિલોડાથી દહેગામ નહેરુ ચોકડી તરફ જઈ શકાશે..

નાના વાહન ચાલકો નર્મદા કેનાલ પાસેના સર્વિસ રોડ પર થઈને નરોડા તેમજ દહેગામ તરફ આવન જાવન કરી શકશે…

એક વર્ષ સુધી તમામ ભારે વાહન ચાલકો માટે પુલ પર પસાર થવા પર પ્રતિબંધ રહેશે..જેનો વાહન ચાલકોએ અમલ કરવાનો રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -