ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ સ્ટેશન ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 114 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી…

આ પ્રસંગે બેંકના દરેક કર્મચારીએ હર્ષની લાગણી અનુભવી હતી.. સાથો સાથ બેંક પરિસરને અનેક પ્રકારના ગુબ્બારા તેમજ તોરણથી શણગારવામાં આવી હતી..

ભારત દેશમાં 114 વર્ષ અગાઉ પ્રખર રાષ્ટ્રવાદી સર સોરાયજી પોચખાનવાળાએ ભારતની પોતાની બેંક તરીકે તારીખ 21-12-1911ના રોજ સેન્ટ્રલ બેંકની સ્થાપના કરી હતી….અને એટલે તેઓ ખરા અર્થમાં ભારતની બેંકિંગ ઇન્ડસ્ટ્રીઝના પિતામહ અને પાયોનિયર બન્યા હતા.114 વર્ષની આ દીર્ઘયાત્રા દરમિયાન સેન્ટ્રલ બેંકે સિધ્ધિના અનેક શિખરો સર કર્યા છે. સેન્ટ્રલ બેંક બેંકિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે રોલ મોડેલ બની રહી છે. 114 વર્ષ અગાઉ એક નાનકડી બેન્ક રૂપે સ્થાપના કરેલી સેન્ટ્રલ બેંક આજે દેશભરમાં 4,500 જેટલી શાખાઓ અને લાખો કર્મચારીઓ અને કરોડો ગ્રાહકો ધરાવે છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની નંબર વન બેંક હોવાનો દબદબો ધરાવે છે.
હાલના સમયમાં જરૂરિયાત અનુસાર બેંક વિવિધ પરિવર્તનો કરી રહી છે..દેશના યુવાનો, સાહસિકો, વિદ્યાર્થીઓ તથા રમતવીરોના ઉત્થાન માટે બેંકે અગ્રતાક્રમ આપ્યો છે. બેંક દ્વારા ઓન સાઇટ એટીએમ, રિટેઇલ એસેટસ માટે સેન્ટ્રલાઇઝડ ક્રેડિટ પ્રોસેસિંગ સેન્ટર, ઇપીઓ અને એફ.પી.ઓ. માટે ફાઇનાન્સિંગ ઉપરાંત વેલ્થ મેનેજમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ સર્વિસ પણ પુરી પાડે છે..

