31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

18 વર્ષનો ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન:ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને 14મી ગેમમાં હરાવ્યો


સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ 2024 જીતીને ભારતીય ગ્રૅન્ડમાસ્ટર ગુકેશ ડોમરાજુએ ઇતિહાસ રચ્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનના ૩૨ વર્ષના ડિંગ લિરેન સામે ૧૪મી મૅચમાં ૭.૫-૬.૫ની સ્કોરલાઇનથી જીતીને ડી. ગુકેશ ૧૮ વર્ષ ૮ મહિના ૧૪ દિવસની ઉંમરે વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. આ પહેલાં ૧૯૮૫માં રશિયાનો ગૅરી કાસ્પારોવ પોતાના જ દેશના ઍનાતોલી કાર્પોવને હરાવીને બાવીસ વર્ષ ૬ મહિના ૨૭ દિવસની ઉંમરે આ ટાઇટલ જીત્યો હતો. ‍

ગુકેશ આ વર્લ્ડ ટાઇટલ જીતનાર બીજો ભારતીય બન્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૩માં વિશ્વનાથન આનંદ ભારત માટે આ ટાઇટલ જીત્યું હતું. પાંચ વારના વર્લ્ડ ચૅમ્પિયન આનંદ ગુકેશના મેન્ટર પણ છે. ગુકેશનો જન્મ ૨૦૦૬માં ચેન્નઈમાં થયો હતો. તેના પપ્પા ડૉક્ટર રજનીકાંત ENT સર્જન છે.. અને વૈજ્ઞાનિક મમ્મી પદ્‍મા માઇક્રોબાયોલૉજિસ્ટ છે. ગુકેશે ૭ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું.

પચીસમી નવેમ્બરથી ગઈ કાલ સુધી બન્ને વચ્ચે ૧૪ રાઉન્ડ મૅચ રમાઈ હતી.. જેમાંથી ગુકેશે ત્રીજા, અગિયારમા અને ૧૪મા રાઉન્ડમાં જીત મેળવી હતી.. જ્યારે લિરેને પહેલા અને બારમા રાઉન્ડમાં જીત મેળવી હતી. અન્ય ૯ મૅચ ડ્રૉ રહી હતી. ગુકેશ ચાર કલાકમાં ૫૮ ચાલ બાદ લિરેન સામે ૧૪મી મૅચ જીતી ગયો હતો અને એકંદરે અઢારમો વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બન્યો છે. જો મૅચ પણ ડ્રૉ રહી હોત તો ટૂંકા ટાઇબ્રેકમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હોત.

ગુકેશની કારકિર્દીની કેટલીક મોટી ઉપલબ્ધિઓ વિશે.

2024: વિશ્વ ચેસ ચેમ્પિયન (સૌથી યુવા)

2024: પેરિસ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ વિજેતા (સૌથી યુવા)

2024: ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને વિજેતા બનાવ્યું

2023 FIDE સર્કિટ: બીજા સ્થાને સમાપ્ત, ઉમેદવારોની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય

2022 ચેસ ઓલિમ્પિયાડ: વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

2022: એમ્ચેસ રેપિડ: વિશ્વ ચેમ્પિયન બન્યા પછી મેગ્નસ કાર્લસનને હરાવનાર સૌથી યુવા ખેલાડી

2021: જુલિયસ બેર ચેલેન્જર્સ ચેસ ટૂર: વિજેતાઓ

2019: 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસમાં ગ્રાન્ડમાસ્ટર બન્યો

2018: વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ: વિજેતા (અંડર-12 શ્રેણી)

2015: અંડર-9 એશિયન સ્કૂલ ચેમ્પિયનશિપ (ઉમેદવાર માસ્ટર ટાઇટલ)

18 વર્ષનો ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન:ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને 14મી ગેમમાં હરાવ્યો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -