કેનેડામાં ટોરોન્ટો પાસે એક કાર ડિવાઈડર અથડતા કારમાં આગ લાગવાથી ચાર ભારતીયોના મોત થયા હતા.
મૃત્યુ પામેલા લોકોમાં 30 વર્ષીય કેતા ગોહિલ અને 26 વર્ષીય નીલ ગોહિલ, ગુજરાતના ગોધરાના ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
ગોધરા શહેરની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત કર્મચારીના યુવાન પુત્ર અને પુત્રીનું કેનેડામાં કાર અકસ્માતમાં મોત નિપજતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવારને સાંત્વના આપવા રાજકીય આગેવાનો પહોંચ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર ગોધરાના એક ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોના કરૂણ મોત થયા છે.
પુત્ર નીલરાજ ગોહિલ કે જેઓ ત્યાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે તે પણ કેનેડા ભણવા ગયો હતો. આ પછી તે ત્યાં કામ પણ કરતો હતો. તેઓ કેનેડાના બ્રહ્મટોનમાં રહેતા હતા. આણંદ જિલ્લાના બોરસદના જય સિસોદિયા, દિગ્વિજય પટેલ, ઝલક પટેલ પણ તેમની સાથે રહેતા હતા.
બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયા અને લુણાવાડાના કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલ અને મહારાષ્ટ્રના દિગ્વિજયનું મોત નીપજ્યું હતું, જો કે અન્ય યુવતીનો બચાવ થયો હતો.

