37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદ : નવાપુરાના જુના બહુચરાજી માતાના મંદિરે આસો સુદ આઠમને શુક્રવારના હવનના દર્શન કરી ભક્તો ધન્ય થયા.


અમદાવાદના ભુલાભાઇ પાર્ક રોડ પર આવેલા જૂના બહુચર મંદિરમાં અમાસ અને બુધવાર ભરવાનો મહિમા છે..નિ સંતાન લોકો માં ના શરણે આવીને સંતાન પ્રાપ્તિની માનતા રાખે છે..જયારે માનતા પુરી થતા અહીં દર્શને આવે છે..

નવાપુરાના જુના બહુચરાજી માતાનું મંદિર આસો સુદ આઠમ તા ૧૧-૧૦-૨૦૨૪ ને શુક્રવારના હવનના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતાં.

અમદાવાદના ગીતામંદિર રોડ પર નવાપુરાના જૂના બહુચરધામ મંદિર આવેલું છે. આ સ્થાનક અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે.મંદિર લગભગ 400 થી પણ વધુ વર્ષ પ્રાચીન છે. આદ્યશક્તિ બહુચરાનું સ્થાનક પૌરાણિકકાળથી જ વિદ્યમાન હોવાની લોકવાયકા છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. માતાનું આ રૂપ અત્યંત તેજથી ભરેલું લાગે છે. કહે છે કે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમશાંતિનો અનુભવ થાય છે.માન્યતા પ્રમાણે અહીં શ્રદ્ધા સાથે આવનારને મા ક્યારેય નિરાશ કરતા નથી..અહીં માંગ્યા વિના જ મા બહુચરા ભક્તોને બધું જ આપી દે છે

કહેવાય છે કે,વલ્લભ ભટ્ટજીને નવાપુરાના બહુચર મંદિરમાં મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો..આ જ મંદિરમાં માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી.11 વર્ષની ઉંમરે નવાર્ણ મંત્રને સિદ્ધ કરી વલ્લભ ભટ્ટે આદ્યશક્તિને પ્રસન્ન કર્યા હતાં.. ત્યારબાદ મા બહુચરની ઈચ્છાથી જ તેમણે આનંદના ગરબાની અહીં રચના કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -