37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ક્યાં કારણને લીધે દિવસે જ કરવામાં આવે છે અગ્નિ સંસ્કાર,રાત્રે કરવાથી શું થાય ?


સનાતન સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર મુજબ માનવ જીવનમાંકુલ સોળ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં પ્રથમ સંસ્કારએ ગર્ભધાન સંસ્કાર હોય છે..જેના કારણે માનવ જીવનની પ્રક્રિયા શરૂ થાય છે. તેવી જ રીતે મનુષ્યના જીવનનો અંતિમ સંસ્કાર હોય છે તેના મૃત્યુ પછી થતી ક્રિયા. અંતિમ સંસ્કાર આત્માના શરીર ત્યાગનો સમય હોય છે.

શરીર છોડ્યા પછી માણસના મૃતદેહ સાથે થતી ક્રિયાઓ પદ્ધતિસર અને નિયમાનુસાર કરવામાં આવે છે. તેમને અંતિમ વિદાય આપવામાં આવે છે…ત્યારે તે પંચતત્વમાં ભળી જાય છે. અંતિમ સંસ્કાર કરવાના શાસ્ત્રોમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.એવી પણ માન્યતા છે કે આ નિયમોનું પાલન અંતિમ સંસ્કાર સમયે કરવું જ જોઈએ.નિયમોનું પાલન કરીને થતા અંતિમ સંસ્કારથી જ વ્યક્તિ જીવનથી મુક્ત થઈ પરલોકવાસી બને છે.

ગરુડ પુરાણ અનુસાર માનવીનું મોત નિશ્ચિત છે..અને મૃત્યુ કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. પરંતુ તેનો અંતિમ સંસ્કાર અથવા અંતિમ વિદાય ફક્ત દિવસ દરમિયાન જ થઈ શકે છે. એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં અંતિમ સંસ્કાર કરી લેવા જોઈએ. સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે મૃત્યુ થાય તો પણ અંતિમ સંસ્કાર માટે સૂર્યોદયની રાહ જોવી જોઈએ.

ગરુડ પુરાણમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી થતી અશુભ અસરોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. જે અનુસાર જો કોઈ મૃત વ્યક્તિની અંતિમ વિધિ સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે તો તેને મુક્તિ મળતી નથી. તેને પરલોકમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તે વ્યક્તિના બીજા જન્મમાં તેના શરીરમાં ખામી હોઈ શકે છે. આ કારણથી જ સૂર્યાસ્ત પછી સ્મશાન કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

શાસ્ત્રો અનુસાર સ્વર્ગના દરવાજા પણ સંધ્યાકાળ પછી બંધ રહે છે. દિવસ પૂર્ણ થાય એટલે નરકના દરવાજા ખોલવામાં આવે છે. તેથી સૂર્યોદય દરમિયાન અંતિમ સંસ્કાર કરવામાં આવે તો વ્યક્તિની આત્મા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર નરકમાં જવું પડે છે.

શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સૂર્યાસ્ત પછી મૃત્યુ પામે તો તેના શરીરને એકલામાં રાખવું નહીં. કારણ કે મૃત વ્યક્તિની આત્મા શરીર છોડે પછી તેના પ્રિયજનોની નજીક ફરતી હોય છે જો લોકો મૃતદેહ પાસે ન હોય તો તે આત્મા પણ ત્યાં રહેત નથી અને કોઈ દુષ્ટ આત્મા મૃત વ્યક્તિના મૃત શરીરમાં પ્રવેશ કરે શકે છે. ધર્મ પ્રમાણે તુલસીના છોડની પાસે મૃતદેહ રાખવાનું પણ કહેવાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -