નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે મંગળવારે 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન આપ્યા. મિથુન ચક્રવર્તીને આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે હાથમાં પ્લાસ્ટર પહેરીને એવોર્ડ સમારંભનો ભાગ બન્યો હતો. તેમની ફિલ્મોની યાદગાર ઝલક બતાવવામાં આવ્યા બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતે તમામ સ્ટાર્સને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રીય પુરસ્કાર કોઈપણ ફિલ્મી હસ્તી માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ વખતે આ સમારોહમાં બોલિવુડના અભિનેતા મિથુન ચક્રવતીને પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ તેમને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તાજેતરમાં જ આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સિનેમામાં અભિનેતાના યોગદાનના વખાણ કર્યા હતા. તેમની જર્ની ઘણી પ્રેરણાદાયી રહી છે.
મિથુને પોતાના જીવન સંઘર્ષ વિશે વાત કરીમાં.તેમણે કહ્યું કે,નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે પોતાને અલપચીનો સમજવા લાગ્યો હતો. પછી મને એક ઠોકર વાગી ત્યારે અક્કલ આવી. મારા રંગના લીધે મારે ઘણા ટોણાં સાંભળવા પડ્યા છે. લોકો કહેતા હતા કે બોલિવુડમાં આ કાળો રંગ નહીં ચાલે. હું વિચારતો કે હવે શું કરું. હું ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન આ રંગનું હવે હું શું કરું. એ તો બદલી નહીં શકું. પછી મેં વિચાર્યું હું પગથી ડાન્સ કરીશ. મેં એવો ડાન્સ કર્યો કે લોકોનું ધ્યાન મારા પગ પર જ રહ્યું. ત્યાર બાદથી હું સેક્સી, ડસ્કી અને બંગાલી બાબુ બની ગયો હતો.

મલયાલમ ભાષાની ફિલ્મ આટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મ નો એવોર્ડ મળ્યો, જ્યારે બેસ્ટ એક્ટ્રેસ નું સન્માન નિત્યા મેનન અને માનસી પારેખને મળ્યું, કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને એવોર્ડ મળ્યો હતો

