26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

તુલસી કુમાર માંડ માંડ બચી !!! શૂટિંગ દરમિયાન સિંગર પર દીવાલ પડી


સિંગર તુલસી કુમાર દુર્ઘટનાનો શિકાર બની હતી. તે એક સેટ પર એક મ્યુઝિક વીડિયો શૂટ કરી રહી હતી. ત્યારે સેટ પર ઊભી કરેલી દિવાલ નીચે પડી ગઈ હતી..જોકે સમય સૂચકતા વાપરીને તુલસી ત્યાંથી ખસી જતા આબાદ બચાવ થયો હતો..

આજે ઇન્સ્ટાગ્રામ પર પૈપરાઝી પેજ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે.. આ અચાનક બનેલી ઘટનાએ તેના ચાહકોને હચમચાવી દીધા છે. લોકો તે સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.જો કે તુલસીએ આ ઘટના અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. સેટ પર આવી ઘટનાઓ સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.

https://x.com/bwoodworld/status/1843531989330341981?s=19

આપેલ લિંક થી વિડિયો જોઇ શકો છો..

વીડિયોમાં તુલસી કુમાર ક્રીમ રંગના આઉટફિટમાં જોવા મળે છે. તે પરફોર્મ કરતી જોઈ શકાય છે. પછી તેમની પાછળ અને આગળ મૂકેલા મોટા હોર્ડિંગ્સ નીચે પડી જાય છે. લોકો તેમને બચાવવા દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં સેટ તેમના પર પડી જાય છે. આ વિડીયોમાં તે રડતી અને ચીસો પડતી જોઈ શકાય છે. સિંગર ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે અને તેનો હાથ તેની કમર પર છે, જેને જોઈને સ્પષ્ટ થાય છે કે તેની કમરમાં ઈજા છે.

આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ‘અરે શું થયું, એમાં બહુ કંઈ લાગ્યું નહીં.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘શું સેટ પર સલામતી માટે પહેલેથી જ કંઈક કરવામાં આવ્યું નથી?’ ઘણા લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘આ લોકોને કોઈ ભરોસો નથી, તેઓ ઘાયલ થયા વિના પણ નાટક કરી શકે છે.’ જ્યારે એક વ્યક્તિએ લખ્યું, ‘નિર્દેશક તેણીને ખસેડવા માટે કહી રહ્યા હતા પરંતુ તેમ છતાં તે ત્યાંથી હતી ન હતી.’અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘આ 101 ટકા ડ્રામા છે.’

તુલસી કુમાર ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની બહેન છે. તુલસી કુમાર ગુલશન કુમારની પુત્રી છે. તુલસી કુમાર એક જાણીતી સિંગર છે અને લોકો તેમના ગીતોને ખૂબ પસંદ કરે છે. તેણે ‘હમ માર જાયેંગે’, ‘ઓ સાકી સાકી’,‘તુમ જો આયે’ જેવા ઘણા ગીતો ગાયા છે, જે ખૂબ હિટ પણ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -