દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 500 કિલોથી વધુ કોકેઈનનો જથ્થો ઝડપ્યો છે. જેની કિંમત બે હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 560 કિલોથી વધુ કોકેઈન મળી આવી છે. તેની કિંમત 2 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હાલમાં નાર્કો-ટેરર એંગલની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રગ સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દક્ષિણ દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે.

