37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મહાત્મા ગાંધી 55 વર્ષની ઉંમરે એક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યા, સી. રાજગોપાલચારી સમક્ષ વ્યક્ત કરી દિલની વાત


મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ને દુનિયાની સૌથી મુખ્ય આત્મકથાઓમાંથી એક માનવામાં આવે છે…. પરંતુ તેના જીવનનું એક પાસુ એવું પણ છે જેનો ઉલ્લેખ તેમણે પોતાની આત્મકથામાં કર્યો નથી. મહાત્મા ગાંધીએ એક અમેરિકાના એક્ટિવિસ્ટ માર્ગ્રેટ સૈંગરને આત્મકથામાં આ પ્રસંગનો ઉલ્લેખ ન કરવા વિશે સ્પષ્ટતા કરતા તેને ખૂબ જ અંગત મામલો હોવાનું કહ્યુ હતું.

2 ઑક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના લગભગ 13 વર્ષની ઉંમરમાં તેમનાથી છ મહિના મોટા કસ્તૂરબા સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ત્રણ દાયકા બાદ મહાત્માને એક બીજી મહિલા સરલાદેવી ચૌધરાની સાથે પ્રેમ થયો હતો. સરલા પહેલાથી જ પરણિત હતા. તે સમયે મહાત્માની ઉંમર 55 વર્ષ અને સરલાની ઉંમર 47 વર્ષ હતી. એવું પણ નથી કે,, ગાંધીજીએ પોતાના પ્રેમ વિશેની વાત છુપાઇ છે. તે સમય સુધી ગાંધીજી કોંગ્રેસમાં સર્વપ્રમુખ નેતા ન હતા. પરંતુ એક પરણિત મહિલા સાથે તેમની ભાવનાત્મક રિલેશન ચર્ચાનો વિષય રહ્યો હતો.

પોતે મહાત્માએ સી. રાજાગોપાલચારીને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે,, ‘મને પ્રેમ થઇ ગયો છે.’ રાજાગોપાલચારીને ગાંધીજીની આત્મસ્વીકૃતિથી ઝાટકો લાગ્યો હતો…રાજાગોપાલચારીએ ગાંધીજીને કડક શબ્દોમાં પત્ર લખીને કસ્તૂરબા ગાંધીને સવારનો સૂરજ અને સરલાદેવી ચૌધરીને કેરોસિન લેમ્પ દર્શાવ્યો હતો. સરલાદેવી રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી હતા. તેઓ રવિન્દ્રનાથ ટાગોરના બહેનની દીકરી હતા. સરલાદેવીના લગ્ન રામ ભજ દત્ત ચૌધરી સાથે થયા હતા.

સરલા માત્ર ભાવાત્મક જ નહીં,,,પરંતુ રાજકીય રીતે પણ ગાંધીજી સાથે સંકળાયેલા હતા. સરલાએ ગાંધીજી સાથે પંજાબ, બનારસ, અમદાવાદ, બૉમ્બે, બરેલી, ઝેલમ, સિંહગઢ, હૈદરાબાદ, ઝાંસી અને કોલકત્તા જેવા કેટલાય શહેરોની મુલાકાત લીધી હતી. માનવામાં આવે છે કે,, સરલાદેવીના કહેવા પર ગાંધીજીએ જવાહરલાલ નહેરૂને ઇન્દિરાના લગ્ન સરલાદેવીના દિકરા દીપક સાથે કરાવવાની સલાહ આપી હતી. જો કે નેહરૂએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

મહાત્મા ગાંધીએ પણ સરલા દેવી ચૌધારણીને ગાતા સાંભળ્યું હતું. રામચંદ્ર ગુહાએ તેના પુસ્તક ‘ગાંધી- દ ઇયર દૈટ ચેંજ્ડ દ વર્લ્ડ’ માં સરલા દેવી ચોધરાની ઈંડિપેંડેંટ માઈડેંટ હતી અને તેમના વ્યક્તિત્વ કરિશ્માઇ હતા.

સરલા દેવી ચૌધરાની રુચિ- ભાષા, સંગીત અને લેખનમાં બહુ ગાઢ હતી. મહાત્મા ગાંધી લાહોરમાં સરલાના ઘરે જ રોકયા હતા. તે સમયે સરલા દેવીના પતિ સ્વતંત્રતા સેનાની રામભુજ દત્ત ચૌધરી જેલમાં હતા. ગાંધી અને સરલા બન્ને એક બીજાના બહુ નજીક રહ્યા હતાં. અહીં સુધી કે ગાંધી સરલાને ‘આધ્યાત્મિક પત્ની’જણાવતા હતા. પણ પછીના દિવસોમાં ગાંધીને આ પણ માન્યુ કે આ સંબંધના કારણે તેમના લગ્ન તૂટતા-તૂટતા બચ્યા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -