
દહેગામ : રખિયાલ સરદાર (GSFC) ડેપો ઇન્ચાર્જ શ્રી K.B.CHAVDA સાહેબનો વિદાય સમારંભ યોજાયો હતો.. આ પ્રસંગે કે.બી.ચાવડા સાહેબનું પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને નિવૃત્ત જીવનની શુભકામના પાઠવવામાં આવી હતી..

K.B.ચાવડા એટલે કે કાળુભાઇ ચાવડા આજે તારીખ 28 સપ્ટેમ્બર અને શનિવારે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ કંપનીમાં 36 વર્ષની સેવા આપી વય નિવૃત થયા છે..છેલ્લા 6 વર્ષથી કે.બી.ચાવડા રખિયાલ ડેપો ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતાં..તેઓએ ખેડૂતો માટે કરેલી કામગીરી માટે ખાસ યાદ કરવામાં આવશે. કે.બી.ચાવડા સાહેબે ખેડૂતોને ઓછામાં ઓછા ખર્ચે, વધુમાં વધુ ઉત્પાદન મળે તે તેમનો ધ્યેય અને ઉદ્દેશ પણ હતો.

K.B. ચાવડા હંમેશા ખેડૂતોનું હિત વિચારતા
તેઓ હંમેશા નાના ખેડૂતોના ઘરે જઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકે તે અંગે માર્ગદર્શન પણ આપતા હતાં..K.B.ચાવડાએ રખિયાલ ડેપો ખાતે કોઈ પણ બ્રેક લીધા વગર અવિરત કામમાં જ રચ્યા પચ્યા રહેતા…કોઈ પણ પ્રકારની રીસેસ પણ તેઓએ લીધી નથી..ખેતી પાકને લઈને અનેક મુંઝવણૉ સાથે આવેલા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવીને K.B.ચાવડા ખેડૂતોને હસતા મોઢે પરત મોકલતા હતાં.

K.b.ચાવડાએ ખૂબ જ પ્રામાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી છે..તેઓ ખેડૂતોને સમયસર ખાતર મળે તેવા પ્રયત્નોમાં લાગ્યા રહેતા. તેઓએ રખિયાલ ડેપો ખાતે ખાતર માટેની બુમ પડવા દીધી નથી.

રખિયાલ ડેપો ખાતે આવેલો વ્યક્તિ K.B. ચાવડાની ચા પીધા વગર પરત ગયો નથી..તેઓ ખેડૂતને પેહલા ચા પાણી કરાવ્યા બાદ જ આગળની રજુઆત સાંભળતા હતાં..ઘણીવાર તો K.B. ચાવડાએ જાણે સદાવ્રત ખોલ્યું હોય તેવા પણ દ્રશ્યો સર્જાતા હતાં..આ કાર્યક્રમમાં મોટી,સંખ્યામાં ખેડૂતો તેમજ વેપારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં..
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશ મોતીભાઈ ચૌધરી,, કોદરભાઈ મેઘાભાઈ પટેલ તેમજ કનુભાઈ નાથાભાઈ પટેલે ભારે જેહમત ઉઠાવી હતી.

