
આતિશી માર્લેનાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લીધા છે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યાં છે. સાંજે 4:30 કલાકે દિલ્હીના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો હતો. જેમાં આતિશી મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતાં. તેમની સાથે અન્ય 5 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ગોપાલ, સૌરભ ભારદ્વાજ, ઈરમાન હુસૈન, કૈલાશ ગેહલોત અને મુકેશ અહલાવત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતાં .
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મુકેશ અહલાવતે સીએમ આતિશીની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. મુકેશ અહલાવતને પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા. કેબિનેટ મંત્રીઓની યાદીમાં તેઓ નવો ચહેરો છે.
ગોપાલ રાયને ફરી મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા પણ તેઓ કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

