31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ભાજપે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી; SC-ST, OBC સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ


 

કર્ણાટક ભાજપે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.કોંગ્રેસ નેતા પર ભારતની આંતરિક સુરક્ષા, સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનો અને એસસી, એસટી, ઓબીસી સમુદાયોને નિશાન બનાવીને વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મુક્યો છે. ભાજપના રાજ્ય એકમે નિવેદનોની તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી હતી..જોકે,,રાહુલ ગાંધીએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી છતાં વિરોધ અને પ્રદર્શન ચાલુ છે.

આ પહેલા દિલ્હી ભાજપે ગુરુવારે રાહુલ ગાંધી વિરુદ્ધ ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ સિવાય હિમાચલના બીજેપી નેતા રાકેશ ડોગરાએ પીએમને બદનામ કરવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી ફરિયાદ દાખલ કરી હતી..

થોડા દિવસો અગાઉ અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,, જ્યારે ભારત નિષ્પક્ષ સ્થળ બનશે ત્યારે કોંગ્રેસ આરક્ષણ નાબૂદ કરવાનું વિચારશે.. પરંતુ અત્યારે ભારત નિષ્પક્ષ સ્થળ નથી. ભાજપે રાહુલ ગાંધી પર અનામત વિરોધી નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો. જો કે, જ્યારે આ વિવાદ ઊભો થયો ત્યારે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું.. અને તેઓ અનામતની વિરુદ્ધ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામતને 50 ટકાની મર્યાદાથી આગળ લઈ જઈશું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -