32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

હરિયાણા : દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન,જગાધરીમાં આમ આદમી પાર્ટીનો રોડ-શો


હરિયાણા વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે શુક્રવારે આમ આદમી પાર્ટીએ જગધરી ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. આ રોડ-શોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાગ લીધો હતો. કેજરીવાલની હાજરીને કારણે રોડ શોમાં જનતાનો ઉત્સાહ ચરમસીમાએ હતો..જેમાં હજારો સમર્થકોએ ભાગ લીધો હતો.

કેજરીવાલે કહ્યું કે, હરિયાણાના શિક્ષણ મંત્રી જગાધરીથી ચૂંટણી લડી રહ્યા છે. કંવરપાલ ગુર્જરે સમગ્ર શિક્ષણને બરબાદ કરી નાખ્યું. સમગ્ર શિક્ષણ માફિયા તેને ચલાવી રહ્યા છે. અમે દિલ્હીની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને સુધારી છે..અમે હરિયાણામાં પણ આ કરાવીશું. જ્યારે શિક્ષણ મંત્રીએ અહીં કોઈ કામ કરાવ્યું નથી તો પછી મત કેમ આપો છો?

જગધરી બાદ કેજરીવાલ સિરસામાં રોડ શો કરશે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પહેલીવાર હરિયાણાની તમામ 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. 2019માં AAPએ 47 સીટો પર ચૂંટણી લડી હતી… પરંતુ એક પણ સીટ જીતી શકી ન હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -