38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી 21 સપ્ટેમ્બરે શપથ લેશે, અન્ય નેતાઓ મંત્રી પદના લેશે શપથ


દિલ્હીમાં શનિવારે આમ આદમી પાર્ટીની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ 21 સપ્ટેમ્બરના દિવસે નવી સરકારની રચનાના પ્રસ્તાવ સાથે અરવિંદ કેજરીવાલનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલ્યું હતું…..જેને મંજૂર કરવામાં આવ્યું છે. શનિવારે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આતિશીની સાથે અન્ય કેબિનેટ મંત્રી પણ શપથ લેશે.

17 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીની ધારાસભ્યોની બેઠકમાં આતિશીની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.ત્યારબાદ કેજરીવાલે સાંજે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું. કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પર યથાવત્ છે.

દિલ્હી સરકારે 26 અને 27 સપ્ટેમ્બરે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું છે. દિલ્હી સરકારનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થઈ રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -