38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

CM ચંદ્રબાબુ નાયડુનો મોટો આરોપ, “તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે.ચંદ્રબાબુ નાયડુએ બુધવારે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો..ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થયા કે જગન પ્રશાસને તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો. તેમને શરમ આવવી જોઈએ જેઓ કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીનું સન્માન કરી શક્યા નથી.

તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં તિરુપતિ લાડુ ચઢાવવામાં આવે છે. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે. ચંદ્રબાબુ નાયડુએ એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરતી વખતે આ દાવો કર્યો હતો. મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે,, હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે..જેના કારણે ગુણવત્તામાં સુધારો થયો છે.

ચંદ્રબાબુ નાયડુના આ આરોપો પર YSR કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી…પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુ પર તિરુપતિ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -