26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

માઈકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સનનું નિધન, 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


માઈકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સનનું નિધન, 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધામાઈકલ જેક્સનના ભાઈ અને જેક્સન 5ના સભ્ય ટીટો જેક્સનનું અવસાન થયું. 70 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. ટીટોના ​​મૃત્યુના સમાચારની પુષ્ટિ સ્ટીવ મેનિંગે કરી હતી… તેઓ લાંબા સમયથી મિત્ર અને જેક્સન પરિવારના સહયોગી હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટીવ મેનિંગનું માનવું છે કે,,,રોડ ટ્રિપ પર ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે, મૃત્યુનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.

તાજેતરમાં તેણે તેના ભાઈઓ માર્લોન અને જેકી સાથે ઈંગ્લેન્ડમાં પરફોર્મ કર્યું હતું. તાજેતરના વર્ષોમાં તેણે બ્લૂઝ ગિટારવાદક તરીકે અસંખ્ય રેકોર્ડિંગ અને શો પણ કર્યા હતાં…..કાં તો પોતાના નામ હેઠળ અથવા બી.બી. કિંગ બ્લૂઝ બેન્ડ સાથે. ટીટો જેક્સન ગિટાર વગાડવામાં, ગાવામાં અને ડાન્સ કરવામાં ફેમસ હતાં..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -