
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાંથી શનિવારે સંઘનું પાવાગઢ જવા પ્રસ્થાન થયું હતું.. સવારે સૌ પ્રથમ રખિયાલ મહાકાળી મંદિર ખાતે માતાજી મહાકાળીની પૂજા અર્ચના તેમજ આરતી કરીને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..સાથો સાથ મહાકાળી માતા મંદિરે ખાતે ધજારોહણ પણ કરવામાં આવ્યું હતું..

પાંચમા દિવસે મહાકાળી માતાના ભક્તો દ્વારા માતાજીને 52 ગજની ધજા ચડાવવામાં આવશે..ચાલુ વર્ષે પશાભાઈ બબાભાઈ ચૌધરી પરિવાર તરફથી ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે..
છેલ્લા 24 વર્ષથી રખિયાલ ગામમાંથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે..સંઘના પાવાગઢ ખાતે પ્રસ્થાન સમયે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર યાત્રા દરમિયાન પગપાળા જતા માઈ ભક્તો માટે પાણી તેમજ ચા નાસ્તો પહોંચાડવાની જવાબદારી સંજય ઠાકોર તેમજ અશ્વિન ચૌધરીએ નિભાવી હતી.

