24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

નરોડા : રાધે ગોવિંદ ગેલક્સીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા


અમદાવાદ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. જેમાં અમદાવાદમાં અનેક નાના-મોટા પંડાલોથી લઈને સોસાયટીઓમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે..ત્યારે નવા નરોડા વિસ્તારમાં આવેલા રાધે ગોવિંદ ગૅલક્સીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું..જેમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા..

ડીજેના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા..અંદાજિત છેલ્લા 6 વર્ષથી આ સોસાયટી દ્વારા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે..સાત દિવસ ભક્તો દ્વારા બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવે છે..તેમજ નાના બાળકો માટે અલગ અલગ એકટીવીટી પણ રાખવામાં આવે છે..

જેમકે સંગીત ખુરશી,લીંબુ ચમચી સહિતની એકટીવીટી રાખવામાં આવે છે.. આ ઉપરાંત આ સાત દિવસ ગરબાનું પણ આયોજન રાધે ગોવિંદ ગેલેક્સી પરિવાર દ્વારા કરવામાં આવે છે…

સાતમા દિવસે સત્યનારાયણની કથા યોજી મહાઆરતી કરી સમી સાંજે બાપ્પાને ધામધૂમ પૂર્વક અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે વિદાય આપવામાં આવી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -