ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામે નદીમાં ડૂબી જતા આઠ લોકોના મોત થયા હતા.. ગણપતિના વિસર્જન સમયે આ ઘટના બની હતી .દહેગામ પંથકમાં આઠ લોકોના મોતી રોકકળના દ્રશ્યો સર્જાયા હતા.. સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી..
ઘટનાની જાણ થતા દહેગામ ફાયર બ્રિગેડ તેમજ બહિયલ તરવૈયાની ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી..
પાંચ મૃતકોને દહેગામ સરકારી દવાખાનામાં તેમજ ત્રણ મૃતદેહોને રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા..કલેકટરે દહેગામ બાદ રખિયાલ આરોગ્ય સામુહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
સ્થાનિકોએ કહ્યું હતું કે એક છોકરો ડૂબી જતા એક બાદ એક સાત લોકો એમને બચાવવા નદીમાં પડ્યા હતા.. જે લોકો નદીમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું..
આઠ મૃતકોનાં નામ
વિજયસિંહ સોલંકી
સિધ્ધરાજ ચૌહાણ
રાજેશસિંહ ચૌહાણ
ચિરાગ ચૌહાણ
જસપાલ ચૌહાણ
ધર્મેન્દ્રસિંહ ચૌહાણ
પૃથ્વીસિંહ ચૌહાણ
યુવરાજસિંહ ચૌહાણ
એક જ ગામનાં આઠ આશાસ્પદ યુવકોના મોતથી ઉત્સાહ ઉમંગનું પર્વ માતમમાં ફેરવાઈ ગયું હતું..

