31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામ : રખિયાલમાં બાબા રામદેવપીરનાં નેજા ચડાવી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


નોમના રામાપીરના નેજા રોપાણા..દસમના રે દિદાર અગિયારસના ચરણ સ્થાપણા..બાબો લીલુડે ઘોડે અસ્વાર

ભાદરવા સુદ નોમ એટલે રામદેવપીરનાં નવરાત્રીનો છેલ્લો દિવસ..આ દિવસે રામદેવપીરના ભક્તો દ્વારા ભગવાન રામદેવપીરના મંદિર પર નેજા ચઢાવવામાં આવતા હોય છે..ત્યારે દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં પણ નામના દિવસે ભગવાન રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી..જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.આ પ્રસંગે રામદેવપીરની ઘરે-ઘરે પધરામણી પણ કરવામાં આવી હતી..

જેનો દરેક ગૃહસ્થે લાભ લઈને ભગવાન રામદેવપીરના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગને લઈને રખિયાલની ગલિયે ગલિયે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

રામદેવપીરનાં નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી ભક્તોએ રામદેવપીરની આરતી,,ભજન કીર્તન અને પ્રસાદનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.રામદેવપીર સર્વ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરીને નોમની ઉજવણી કરવામાં આવતા રખિયાલ પંથકમાં ભક્તિમય માહોલ પ્રસરી ગયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -