31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વડોદરામાં ભારે વરસાદથી તારાજી, મુખ્યમંત્રી, મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી રાહતનિધીમાં આપશે એક મહિનાનો પગાર


વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પૂરથી થયેલી નુકસાનીના કારણે વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ છે. લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.. વેપારીઓની દુકાનોમાં રહેલો માલ-સામાન પલળી ગયો હતો.

જ્યારે ઘરમાં લોકોની ઘરવખરી પલળીને બગડી ગઈ.. ત્યારે લોકોના રોષના કારણે ભાજપ માટે વડોદરામાં વસમી સ્થિતિ ઉદભવી છે. તેવામાં ભાજપે એલાન કર્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની મંત્રીમંડળના તમામ મંત્રી તથા ભાજપના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે.. જેના દ્વારા વડોદરાના પૂર પીડિતોની મદદ કરવામાં આવશે..

સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે આ તમામ પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધીમાં પ્રાપ્ત થનાર રકમ વડોદરાના પુર પીડિતોના પુન:વસન અને તેમના મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -