23.9 C
Ahmedabad
Friday, March 6, 2026

અમેરિકામાં રાહુલ ગાંધીની ગર્જના, વડાપ્રધાન મોદીની 56 ઇંચની છાતી હવે ઇતિહાસ


 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુએસ પ્રવાસ દરમિયાન PM મોદી પર નિશાન સાધ્યું હતું. ક્યારેક લોકસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો,,,તો ક્યારેક તેઓ જનતાના ડરને ખતમ કરી રહ્યા છે. આ શ્રેણીમાં વર્જિનિયાના હર્ન્ડનમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતાએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી

પીએમ મોદીએ ઘણો ડર ફેલાવ્યો

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે,, ભાજપ અને PM નરેન્દ્ર મોદીએ ઘણો ભય ફેલાવ્યો…એજન્સીઓ દ્વારા નાના ઉદ્યોગો પર સતત દબાણ કરવામાં આવ્યું હતું.. પરંતુ ચૂંટણી પછી આ બધું ગાયબ થઈ ગયું છે..જે ભય ફેલાવવામાં આટલા વર્ષો લાગ્યા તે ક્ષણભરમાં અદૃશ્ય થઈ ગયો. હવે જ્યારે પણ હું પીએમ મોદીને સંસદમાં જોઉં છું…હું કહી શકું છું કે તેમની 56 ઇંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ હોવાનો તેમનો દાવો, બધું ઇતિહાસ બની ગયું છે.

અમારા બેંક ખાતા પણ સીલ કર્યાં  

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે, ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતા સીલ કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે,, અમારા તમામ બેંક એકાઉન્ટ ચૂંટણીના ત્રણ મહિના પહેલા સીલ કરી દેવામાં આવ્યા હતા..અમે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું… મેં કહ્યું તે જોવામાં આવશે..ચાલો જોઈએ શું થાય છે. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ એ પણ ઉલ્લેખ કર્યો કે,,ભાજપના વિચારો અલગ છે…તે દેશને એક વિચાર બનાવવા માંગે છે…જ્યારે કોંગ્રેસ તમામ વિચારોનું સન્માન કરે છે.. બધાને સાથે લઈને ચાલવા માંગે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -