
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માગણી સાથે ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો
રાષ્ટ્રપતિએ આ પત્રને ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. જેમાં કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે..દિલ્હી ભાજપના ધારાસભ્યોએ પત્ર લખીને દિલ્હી સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી..ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ આપીને દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી હતી.
રાષ્ટ્રપતિના સચિવાલયે આની નોંધ લીધી છે.રાષ્ટ્રપતિ સચિવાલયના ડિરેક્ટર શિવેન્દ્ર ચતુર્વેદીએ વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાને પત્ર મોકલ્યો છે. લખવામાં આવ્યું છે કે,, ભાજપના ધારાસભ્યો 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિને મળ્યા હતા.. અને તેમને મેમોરેન્ડમ આપ્યું હતું. તેની નોંધ લઇને યોગ્ય કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.

