36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

કચ્છમાં ન્યુમોનિયાનો કહેર, 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસ સદસ્યનો દાવો


કચ્છનાં લખપતમાં ન્યુમોનિયાએ કહેર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકાના ભેખડા ગામે 4 દિવસથી ન્યુમોનિયાના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો હતો. ન્યુમોનિયાને લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન છે તેવા કોંગ્રેસે આક્ષેપો કર્યા હતાં.

લખપતના ભેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.

જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો હતો. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -