
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ચાહકો લાંબા સમયથી સ્ટારના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે દીપિકાને ડિલિવરી પહેલા મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતીm આજે દીપિકાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ તેના પરિવાર અને ચાહકોની ખુશીની કોઈ સીમા રહી ન હતી..નાના મહેમાનના આગમન માટે દરેક લોકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતાં.
ચાહકોએ ખુશી વ્યક્ત કરી
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના માતા-પિતા બનવાના સમાચાર બહાર આવતા જ તેમના ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, ચાહકો દીપિકાએ પુત્રીને જન્મ આપવા અંગે ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દીપિકાના બેબી બમ્પને જોઈને ઘણા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું.. કે કદાચ તે ટ્વિન્સને જન્મ આપશે. આ અંગે પણ ચાહકો કોમેન્ટ કરી હતી કે અમને આશા હતી કે દીપવીરને જોડિયા બાળકો હશે. એક યુઝરે લખ્યું, ‘લક્ષ્મી આવી ગઈ છે,’ એકે મીડિયાને એન્જોય કરતા લખ્યું, ‘હવે ફેન્સ દીપિકા-રણવીરની એન્જલની ઝલક જોવા માટે ઉત્સુક છે.

