
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે,,વડાપ્રધાન મોદી 3 અને 4 સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાત લેશે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ થવાના અવસર પર છે. વડાપ્રધાન મોદી બ્રુનેઈથી સિંગાપુર જશે. તેઓ સિંગાપોરના વડાપ્રધાનના આમંત્રણ પર તે દેશની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રુનેઈના બંદર સેરી બેગવાનમાં ભારતીય હાઈ કમિશનના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

