માલદીવ હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના મોનેટરી ઓથોરિટીએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે, મુઇઝુ સરકારની સત્તાવાર ડોલર અનામત દેશના ઈતિહાસમાં પ્રથમ વખત માઈનસ થઈ ગઈ છે. એટલે કે ખર્ચ કરવા માટે પૈસા બચ્યા નથી.
મુઈઝુ સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવતા પૂર્વ નાણામંત્રી ઈબ્રાહિમ અમીર કહે છે કે,, ફિચ અને મૂડીઝ જેવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ટૂંક સમયમાં માલદીવની ક્રેડિટ રેન્કિંગ ડાઉનગ્રેડ કરી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે,, માલદીવની સરકાર રાજદ્વારી પ્રતિક્રિયાઓને સમજી શકતી નથી.
માલદીવના ભૂતપૂર્વ નાણાપ્રધાન ઈબ્રાહિમ અમીરે રવિવારે કહ્યું કે,, માલદીવમાં આર્થિક સંકટ ઘેરી બની રહ્યું છે..દેશની વર્તમાન નાણાકીય કટોકટીનું મૂળ કારણ તેની અપેક્ષિત આવક પર નિર્ભરતા છે. ભૂતપૂર્વ નાણામંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો કે,, મુઇઝુ સરકાર નાણાં એકત્ર કરવા માટે અન્ય દેશો સાથે વાટાઘાટો પર નિર્ભર છે. તેમણે કહ્યું કે,, માલદીવ સરકારને હવે ખ્યાલ આવી ગયો છે કે વસ્તુઓ સારી નથી ચાલી રહી. અમીરે વધુમાં કહ્યું, “દેશની રાજકોષીય નીતિ અને નાણાકીય બાબતોને આ રીતે આકાર આપી શકાય નહીં.”
નોંધનીય છે કે,, માલદીવ મોનેટરી ઓથોરિટી (MMA) એ આ સપ્તાહની શરૂઆતમાં દેશના નાણા મંત્રાલયને ચેતવણી પત્ર મોકલ્યો હતો કે, દેશની ઉપયોગી ડોલર અનામત થોડા દિવસોમાં ખતમ થઈ જશે. દેશના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ડોલરનું રિઝર્વ માઈનસમાં ગયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મુઇઝુ સરકાર પાસે 21 ઓગસ્ટ સુધીમાં $25 મિલિયનનું તેલ બિલ બાકી હતું અને બિલ ચૂકવ્યા પછી, અનામત નાણાં માઈનસ થઈ ગયા છે.
દિવસો પછી, બેંક ઓફ માલદીવ્સ (BML) એ રવિવારના રોજ રૂફિયા કાર્ડ્સ સાથેના ડોલરના વ્યવહારો અટકાવ્યા અને અગાઉ જારી કરાયેલા ક્રેડિટ કાર્ડ્સ પરની મર્યાદા ઘટાડીને $100 કરી. દેશની રાષ્ટ્રીય બેંકે જણાવ્યું હતું કે ફેરફારો તરત જ અસરકારક છે અને કાર્ડ્સ પર વિદેશી ચલણ ખર્ચના વધતા ઉપયોગ અને બેંકને વિદેશી ચલણના સતત વેચાણના પ્રતિભાવમાં કરવામાં આવ્યા છે.

