પાડોશી દેશ પાકિસ્તાનમાં રવિવારએ બે ગંભીર માર્ગ અકસ્માતો થયા હતા… જેમા 37 લોકોનાં મોત થયા હતા.બલૂચિસ્તાન પ્રાંતના મકરાન હાઇવે પર બસ કાબૂ બહાર જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા.. અને 35 લોકો ઘાયલ થયા હતા.
બીજા અકસ્માતમાં પીઓકેમાં 35 લોકોને લઈ જતી બસ ખાઈમાં પડી હતી.. જેમાં 26 લોકોના મોત થયા હતા. જયારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં સામેલ મોટાભાગના મુસાફરો લાહોર અથવા ગુજરાનવાલાના હતા.

