શુક્રવારે મધ્ય નેપાળમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયાં હતાં
.રિપોર્ટ અનુસાર બસમાં 40 મુસાફરો સવાર હતા. આ અકસ્માત તનાહુન જિલ્લાના આઈના પહાડામાં થયો હતો.
સશસ્ત્ર પોલીસ દળો નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) માધવ પૌડેલના નેતૃત્વમાં 45 કર્મચારીઓની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ 14 મૃતદેહો મળી આવ્યા છે.
બસ ગોરખપુરથી મુસાફરોને લઈને જઈ રહી હતી
મળતી માહિતી મુજબ, શુક્રવારે ગોરખપુરથી નેપાળ જઈ રહેલા મુસાફરોને લઈને જઈ રહેલી ભારતીય બસને અકસ્માત નડ્યો હતો. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. તનહુનના એસપી બિરેન્દ્ર શાહીએ અકસ્માતની માહિતી આપી છે. સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર અબુ ખૈરેની ઘટનાસ્થળે હાજર છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે. બસનો નંબર UP 53 FT 7623 હોવાનું કહેવાય છે.

