37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : શિક્ષક દિને જિલ્લાના આ શિક્ષકોનું કરવામાં આવશે સન્માન. જાણીલો કોની થઈ પસંદગી!


ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ..શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનો સમન્વય. અને એટલે જ ખરા અર્થમાં ગાંધીનગર જિલ્લાના કેટલાક શિક્ષકોએ આ સાબિત કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકને શિક્ષણની સાથે જીવન ઘડતર આપીને તેનો સર્વાંગી વિકાસ કરવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકની અનોખી કામગીરી બદલ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકોને તારીખ પાંચમી સપ્ટેમ્બરએ શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. તે આગામી પાંચમી સપ્ટેમ્બરે જિલ્લાના 11 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાએ 4 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 7 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકની યાદી

કલોલ તાલુકાની ડીંગુચા પ્રાથમિક શાળાના પ્રજાપતિ જીજ્ઞાસાબેન હરિવદન

ગાંધીનગર તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સેક્ટર આઠમાંથી જોશી શૈલા હર્નિશ (માધ્યમિક શિક્ષક )

ગાંધીનગરના રૂપાલમાં આવેલી શ્રી વરદાયિની હાઈસ્કૂલના ઉચ્ચ માધ્યમિક શિક્ષક ડૉ.પ્રહલાદભાઈ રામાભાઈ ચૌધરી

દહેગામ તાલુકાના ચેખલાપગી પ્રાથમિક શાળાના એચટાટ મુખ્ય શિક્ષક સીઆરસી/ બીઆરસી પટેલ જીગ્નેશકુમાર મણીલાલ

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકની યાદી 

ગાંધીનગર તાલુકાના મેદરા પ્રાથમિક શાળાના સંગીતાબેન નટવરલાલ પટેલ

સોનીપુર પ્રાથમિક શાળાના વનિતાબેન નાથાભાઈ રાઠોડ

કલોલ તાલુકાના કલોલ પ્રાથમિક શાળા નંબર 4 ના ઠાકર ભાવિનકુમાર ચંદ્રકાંત

કલોલ તાલુકાના બોરીસણા શાળા 2 વર્ષાબેન વ્રજલાલ પટેલ

દહેગામ તાલુકાના બહિયલમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના પ્રહલાદભાઈ હીરાભાઈ રાવળ

દહેગામના મામા સાહેબના પરા પ્રાથમિક શાળાના શિક્ષક મનુભાઈ અમરસિંહ ચૌહાણ

માણસા તાલુકાના આજોલમાં આવેલી મંગલ મંદિર પ્રાથમિક શાળાના દક્ષાબેન અર્જુનસિંહ રાઠોડ

જો તાલુકા કક્ષાની વાત કરીએ તો ગાંધીનગર, કલોલ અને દહેગામ તાલુકાના બે શિક્ષકો અને માણસામાંથી એક શિક્ષકની પસંદ કરવામાં આવી છે.જ્યારે જિલ્લા કક્ષાની વાત કરીએ તો શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીની કેટેગરીમાં ગાંધીનગર તાલુકાના બે અને દહેગામ અને કલોલ તાલુકાના એક એક શિક્ષકનો સમાવેશ કરાયો છે. જ્યારે માણસા તાલુકાના એક પણ શિક્ષકની પસંદગી કરવામાં આવી નથી. જ્યારે દહેગામના આચાર્ય અને કલોલના એક શિક્ષિકા જે બંને પ્રાથમિક વિભાગોમાંથી પસંદગી કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -