સાત દિવસ માટે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યો; હિમાચલમાં 197 રસ્તાઓ બંધ
IMD એ ચેતવણી આપી છે કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.
આ ઉપરાંત, કેરળ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમાના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
IMD વિભાગે મંગળવારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તમામ સાત પૂર્વોત્તર રાજ્યો, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદથી યલો એલર્ટ જારી કરાયું છે. પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં બંધ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સાત જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે જયપુર સહિત પાંચ જિલ્લામાં સોમવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 197 રસ્તાઓ બંધ છે. તેજ સમયે, ભારતીય હવામાન વિભાગ IMDએ કહ્યું કે આગામી 7 દિવસ દરમિયાન રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મંગળવારે ભારેથી અતિભારે વરસાદને લઈને 18 રાજ્યો માટે યલો એલર્ટ અને ચાર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

