ચેસની દુનિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રશિયન ચેસ ખેલાડી પર આરોપ છે કે તેણે ચેસ બોર્ડ અને ટુકડાઓ પર પારાના પદાર્થને છાંટી તેના વિરોધીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી ખેલાડી મેચની શરૂઆત પહેલા રૂમમાં આવી હતી..અને તેને આખા બોર્ડ પર પારાના પદાર્થ અને વિરોધીના ટેબલ પર ઝેરી પદાર્થ લગાવતા જોવા મળી હતી…આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આરોપી રશિયન ખેલાડીનું નામ અમીના અબકારોવા હોવાનું કહેવાય છે. તેણે જેને ઝેર આપ્યું તે તેની બાળપણની હરીફ ઉમાયગનત ઉસ્માનોવા હતી. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે આ કૃત્ય માટે અબાકારોવાની ધરપકડ કરી છે અને જો તે દોષિત સાબિત થાય છે, તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.

