ભારતની સ્ટાર રેસલર નિશા દહિયાને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.
મહિલા 68 કિગ્રા વજન વર્ગમાં નિશાનો સામનો ઉત્તર કોરિયાની પાક સોલ ગમ સામે હતો. જો કે, આ સ્પર્ધા નિશા માટે અત્યંત પીડાદાયક સાબિત થઈ હતી.તેઓએ ત્રણ મિનિટ પછી 8-1ની સરસાઈ મેળવી લીધી હતી.પરંતુ ઉત્તર કોરિયાના કુસ્તીબાજે નિશાને મેટ પરથી હટાવીને પોઈન્ટ બનાવ્યો અને સ્કોર 8-2 થઈ ગયો હતો.જ્યારે મેચ સમાપ્ત થવામાં 33 સેકન્ડ બાકી હતી ત્યારે નિશા ઘાયલ થઈ ગઈ હતી. મેચ રોકી દેવામાં આવી અને તેના હાથ પર બેન્ડ લગાવવામાં આવ્યું. જોકે, બેન્ડ બાંધવું નિશા માટે સારું સાબિત ન થયું હતું.
ઈજાને કારણે નિશા હારી
ઉત્તર કોરિયાના કુસ્તીબાજે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો.અને 11 સેકન્ડમાં ચાર પોઈન્ટ બનાવીને સ્કોર 8-8થી બરાબર કરી દીધો હતો.જ્યારે મેચ સમાપ્ત થવામાં 12 સેકન્ડ બાકી હતી.ત્યારે નિશાને વધુ દુખાવો થવા લાગ્યો અને મેચ ફરી બંધ થઈ ગઈ હતી.ફિઝિયોએ નિશાની સારવાર કરી, પરંતુ નિશાને જોઈને લાગતું હતું કે તેના જમણા હાથમાં સખત દુખાવો છે. તે સમયે તે રડવા લાગી હતી.
કોચે નિશાને કહ્યું કે તે હજુ પણ જીતી શકે છે.
સ્કોર 8-8 થી બરાબર રહ્યો હોત તો નિશા સેમિફાઇનલમાં પહોંચી શકી હોત.
જો કે છેલ્લી 12 સેકન્ડમાં નોર્થ કોરિયાના રેસલરે બે પોઈન્ટ મેળવ્યા અને મેચ 10-8થી જીતી લીધી હતી.

