29.8 C
Ahmedabad
Monday, March 9, 2026

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આપ્યું રાજીનામું,દેશ છોડીને ભાગી ગયા


અનામત વિરુદ્ધ હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. સુરક્ષાની ચિંતાઓ વચ્ચે દેશ છોડીને ભાગી ગયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘુસી ગયા હતા .

શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે. બાંગ્લાદેશમાં રવિવારે ભીષણ અથડામણો જોવા મળી હતી..જેમાં 300 લોકોના મોત પણ થયા હતા. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.

રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેનાએ કમાન સંભાળી લીધી છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીએ ઢાકા પહોંચ્યા હતા.

 શેખ હસીનાએ પ્રદર્શનકારીઓ વિશે શું કહ્યું હતું 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને આતંકવાદી ગણાવ્યા છે. 4 જુલાઈના રોજ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં તેમણે પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા આદેશ કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -