ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મેડલથી વંચિત રહી ગઈ છે. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં કુલ 10 શ્રેણીના શોટ ચલાવવાના હતા. શ્રેણીમાં કુલ પાંચ શોટ હતા. ત્રણ શ્રેણી પછી એલિમિનેશનનો રાઉન્ડ શરૂ થયો હતો. મનુ 28ના સ્કોર સાથે આઠ શ્રેણી બાદ ચોથા સ્થાને રહી.
મનુએ 40માંથી 28 શોટ લીલા હતા.બાકીના લક્ષ્યને હિટ કરી શક્યા નહીં..
આઠમી શ્રેણીમાં, તેણી અને હંગેરીની ચોથા ક્રમાંકિત વેરોનિકા મેજર વચ્ચે લડાઈ હતી. આ શ્રેણીમાં મનુ ત્રણ શોટ ચૂકી ગઈ હતી. જ્યારે વેરોનિકા બે શોટ ચૂકી ગઈ હતી..જેથી ત્રણ શોટ ટાર્ગેટ પર આવી જતા મનુથી આગળ નીકળી ગઈ હતી.આવી રીતે મનુ ભાકર મેડલ ચૂકી ગઈ હતી.વેરોનિકાએ બ્રોન્ઝ કબજે કર્યો હતો.
દક્ષિણ કોરિયાની જિન યાંગે ગોલ્ડ અને ફ્રાન્સની કેમિલે સિલ્વર મેડલ જીત્યો હતો. 10 સિરીઝ બાદ બંનેનો સ્કોર 37-37 હતો. ત્યારપછી બંનેએ ગોળી ચલાવી હતી. જેમાં જીને ટાર્ગેટ પર ચાર ગોળી ચલાવી હતી. જ્યારે કેમિલની માત્ર એક જ ગોળી નિશાન પર વાગી હતી.

